Feeds:
Posts
Comments

કેવુ છે?

કેવુ છે? અમે તો ઉદાહરણ પણ નથી બની શકતા,

કોઇકના ચાહવા માટેનુ કારણ પણ નથી બની શકતા.

હળવાશની અાબોહવા લાવી છે અસ્થિરતા એવી,

કે એમના હદય પર ટકી જઇએ એવુ ભારણ પણ નથી બની શકતા.

ઘણુ ઇચ્છીએ કે આ દુનિયા ને સ્વપ્નિલ બનાવિએ,

ફૂલો ભર્યુ ધારીએ તો વાતાવરણ પણ નથી બની શકતા.

ગંભીરતા ઠઠાડી દિધી છે, ચહેરા પર હકિકતો એ,

મન માં તો મન માં બાળપણ પણ નથી બની શકતા.

હુ શોધ્યા કરુ છુ મારી અંાખોમા એમની આંખો ને,

એ હસી ને કહે છે, “તમે તો દર્પણ પણ નથી બની શકતા”.

-પાર્થ

Advertisements

વાત.

વાત વિનાની વાત….કર,

દિવસ વિનાની રાત….કર.

હું ફૂલ સુંઘ્યાની કલ્પના કરૂ,

તું ખૂશ્બુ જેવી મુલાકાત કર.

ગમગીન છે અાકાશ મૌનનુ,

સ્મિતોની સળંગ બિછાત કર.

સાત ર્પવતો જેવી હથેળી અોળંગી,

ઉગમણા સ્પર્શોની સોગાત કર.

ગીત જન્મવાની ઘડી છે સાંભળ,

અાલિંગનો સમા સ્વર સાત કર.

દિવો ઓલવવાની ઉતાવળ ન કર,

પહેલા મનમા અડાબીડ એકાંત કર

-પાર્થ

ચોરસ..

જીવવું એટલે ચોરસ હોઇ શકે, ગોળ હોઇ શકે,

આંખના ઊઝરડા એ સપનાએ પાડેલ શોળ હોઇ શકે.

તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે, તો શુ થયુ?

શક્ય છે, એને સાંભળનાર ડફોળ હોઇ શકે.

અહી ગરમાવો ઊભો કરો શ્ર્વાસોનો તમે પણ,

સામે પાર નો પડાવ સાવ ટાઢોબોળ હોઇ શકે.

ધારો કે તમે ઠંડકના વિશ્ર્વાસથી પગલા ભરો એ તરફ,

ને એના સ્વિકારનુ સ્વરુપ લાલચોળ હોઇ શકે.

-પાર્થ

હવે એ વાત પણ પહોંચી જશે એક એક જણ સુધી,
કે સાલી તરસ અમને ખેંચીને લઇ ગઇ છેક રણ સુધી.

કબૂલ છે કે જીંદગીના ચક્કર વચ્ચે તમે પણ પિસાયા હશો,
જીવવાની એ હકિકત અમારા માટે વિસ્તરી મરણ સુધી.

લખવાનુ હતુ એટલે લખી શકાયુ કે કંઇ નથી લખવામા,
ક્યારેક કલમ વિસ્તરતી નથી, ને ક્યારેક પહોંચાતુ નથી કારણ સુધી

તારા વિશેની કલ્પનાઓને બાથ ભરી આ સાંજ જીવુ છુ,

એક પણ જો એંમાથી વિસ્તરે તારા શરણ સુધી..

-પાર્થ

ક્વચિત

ક્વચિત મે શબ્દોને ઢાળ્યા છે એમજ,

ક્વચિત મે વચનોને પાળ્યા છે એમજ.

એ તો સળગીને રાખ પણ થવાના નથી,

તોય મે સંબધોને બાળ્યા છે એમજ.

એની બંન્ને તરફ એની જીત ને મારી હાર,

અને મે સીક્કાઓ ઉલાળ્યા છે એમજ.

કે એમાથી એક સુખ-સભર સાંજ નીકળે,

એ આશે મે યુગોને ચાળ્યા છે એમજ.

એ તો દરવાજા સુધી અાવી પહોચ્યા હતા,

અને મે સંબધોને પાછા વાળ્યા છે એમજ.

થયુ એવુ કે એમને પણ પ્રેમ થઇ ગયો,

ને છતાય એણે એકરાર ટાળ્યા છે એમજ,

પહેલા વરસાદે પહેલી વાર મળ્યાતા અમે,

પછી કંઇક ચોમાસા એકલા ગાળ્યા છે એમજ.

-પાર્થ…

સપના..

કોક સળગતા સૂરજ થી ઠારે  છે સપના
કોકની ભૂખ ભાતની જેમ વઘારે છે સપના
તુ રાતભર પાસા બદ્લે રાખે છે ઊંઘમા,
લાગે છે તારી પાસે ખાસ્સા વધારે છે સપના.
એની આંખ પર થી ઍવુ નથી લગતુ તમને,
કે ઍ સર્જે છે સપના, વિચારે છે સપના.
પછી સોળ વરસ ના કૌંમાયૅભંગની જેમજ,
શરૂ-શરૂ ના વખત ના સંભારે છે સપના.
અને ઍ હોડી બની જવાનુ મૂલતવી રાખે છે
ક્યા લાંગરે? બધ્ધાતો કીનારે છે સપના.

-પાર્થ

મો ફાટ

વેદનાઓ રડતી નથી – મો ફાટ

ધીમા ડૂસકા ભરી લે છે.

જ્યારે

જિંદગી અંગેની સભાનતા

અર્થહિન બનતી જાય ત્યારે…

તમારી ખુશીની સવારોની સામે….

મારી પાસે છે,

એકલી સાંજોની

થીજી ગયેલી સ્તબ્ધતા

ને..

પાનખરના ખરી ગયેલા પાનના

ધીમા ડૂસકા..

કે છૂટા પડવાની વેદના

રડી શકાતી નથી

– મો ફાટ

-પાર્થ

૧૩ જૂન ૧૯૯૯