Feeds:
Posts
Comments

થોડીસી મિઠી હે, જરાસી મિર્ચી હે

સો ગ્રામ ઝીંદગી સંભાલ કે ખર્ચી હે.

સંવેદનશિલતા ને Sensibility વચ્ચે જ્યારે અંત: સંઘર્ષ થાય અને એમા ઉમેરાય સ્વાનુભવો ત્યારે કંઇક ગુઝારિશ જેવુ સર્જન થાય…

અતિ-સંવેદનશીલ સંજય લિલા ભનશાલી quadriplegic Ethan Mascarenhas ની વાર્તા દ્ધારા આપણી સોસાયટીના એક વિવાદાસ્પદ પાસાને સ્પર્શે છે. ઉત્ક્રાતિ ની ટોચ પર બેઠેલા આપણે એટલે કે homo sapiens sapien જે મગજના બે અતિવિકસીત હિસ્સાઓ દ્ધારા વાણિ વિચાર અને ર્વતન નુ નિયંત્રણ કરે છે, જરા આ અિતવિકસીત Neuro System ને બાજુ પર રાખી ને બિજી species ની વાત કરીએતો euthanasia એ બહુજ સામાન્ય બાબત છે. પિડાતા પ્રાણી ને અનેકવાર Mercy Killing થી છુટકારો અપાય છે. બિમાર પડેલુ પશુ અન્ન જળનો ત્યાગ કરી સ્વયંભુ અંતિમ સફર તરફ પ્રયાણ કરે છે. ..ત્યારે કોઇ ગુઝારિશ થતી નથી કે કોઇ સાંભળતુ નથી.

Back to the Movie…  ગુઝારિશ ની ર્વાતા કરતા પાત્રો દમદાર છે. એક જાદુગર, Goa ના વિશાળ મેન્શનમા એકાકીને અવલંબિત જિંદગી જીવતો હોય…એક અતિસુંદરને Overly committed નર્સ હોય…પોતાની આ હાલત માટે જવાબદાર Competitor નો પુત્ર Magic નો સ્ટુડન્ટ હોય…બુદ્ધિજીવી વકિલ મિત્ર હોય…ને Goaનુ રોમાંચક Backdrop…પાછા આ પાત્રો ભજવાય અત્યંત સબળ Actors દ્ધારા..ને એમા ઉમેરાય સંજય ને એની Talented Team ના  touches…Black પછીનુ સંજયનુ આ ઉત્તમ ર્સજન છે. ગુઝારિશ જોયા પછી Theater માથી તમારી સાથે ઘેર પાછી અાવે એવી ફિલ્મ છે. You care for and feel for the characters kind of cinema. હુ હંમેશા કહેતો અાવ્યો છુ કે ફિલ્મો મુખ્યત્વે બેજ પ્રકાર ની હોય છે. Entertaining or Thought provoking..!! ગુઝારિશ બિજા પ્રકાર ની ફિલ્મ છે.

સંજયની ફિલ્મોનુ ફલક ઘણુ વિશાળ હોય છે. Production Values ઘણીજ ઊંચીને, Mise-en-scène નો અદભૂત ઉપયોગ થયો હોવાને કારણે, એક ર્દશક તરીકે તમે એક નવાજ વિશ્ર્વમા Transform થઇ જાઓ છો.

િઋતિક રોશન અને ઐશ્ર્વર્યા..Dhoom franchise માથી બહાર નીકળી ને કેવો સબળ અભિનય આપી શકે છે, એ ગુઝારિશ મા વારંવાર જોવા મળે છે. ફિલ્મની પટકથામા સંવાદો બહુ ઓછા છે..વધારે પડતી વાર્તા Expressions અને Silence થી કહેવાય છે. એમા પણ Reverse Mind-Body Interaction જ્યારે એશ ચા નો કપ બનાવતા બનાવતા ( જે Friendly Gesture છે) ઇથાન ની વકિલ મિત્ર સાથે એકદમ Unfriendly Argument  કરે છે..દિગ્દર્શનની આ કમાલ છે.

Public prosecutor ને box મા ૬૦ સેકન્ડ રાખ્યા પછી..ઇથાનને  પોતાની ઘુટન વિશે એક લાંબો Typical  મોનોલોગ  આપી શકાયો હોત પણ, “That’s all your honor”..અને વાર્તા આગળ વધે છે, સંતુલિત દિગ્દર્શન આને કેહવાય..

સંજયની પાસે રંગો અને પ્રકાશના ઉપયોગની એક સહજ સૂઝ છે, જે એની ફિલ્મો ને અાગવો મૂડ ને લુક અાપે છે. નાના પણ Meaningful dialogues, Attention to details અને ચુસ્ત Editing, ફિલ્મ slow હોવા છતા ભાગ્યેજ ર્દશકના ધ્યાન માથી સરકે છે.

દરેક ર્સજન ની જેમ ગુઝારિશ મા પણ ત્રુટિઓ છેજ, પણ એ વિશે વાત નહી કરૂ..

મુન્ની ને શૈલા ના માહોલ મા ઘણા સમય પછી serious cinema ગુઝારિશ રૂપે અાવ્યુ છે..તમે મગજ ના જમણા હિસ્સાથી ફિલ્મ જુઅો કે rather અનુભવો તો ખરેખર લાંબા સમય સુધી..એનો અાનંદ કે દુ:ખ તમારી સાથે રેહશે…

અંતમા ફિલ્મ વિશેના અભિપ્રાય એ બહુજ subjective હોવાના, ને આ મારુ અવલોકન છે.

આવતા મંગળવારે શ્રીકાંત શાહ વીશે……

આમિન

-પાર્થ

o

Advertisements

જ્યારે  યુવાનોને મળવાનુ થાય, ત્યારે એક પ્રશ્ર્ન પૂછવાનુ જરૂર મન થાય. What’s your passion?..મોટેભાગે confused ચેહરા વાળા યુવક કે યુવતી..ઘડી બે ઘડી ના વિચારે ચડી જાય…વાંક કોઇનો નથી…કારણકે આપણે ત્યા મોટેભાગે  What’s your hobby? જેવો Mild  અને શાકાહારી પ્રશ્ર્ન પૂછાય ને જેનો જવાબ મોટેભાગે Reading  હોય. જ્યારે કોઇ લબર-મૂછિયો જુવાન કે હસીન નૌયૌવના એમ કહેશે કે  White water river rafting  કે  French cinema.. એ દિવસે ખૂબજ સંતોષ ને આનંદ થશે…

Coming back to the point…Hobby  અને  Passion…એ એક રસ્તા પર ના બે મુકામો છે.  Passion એ Hobby થી થોડે આગળ કાચા ને ખડકાળ રસ્તા પર અાવે છે. એટલે કે સભાન પ્રયત્નો કરવા પડે છે..Passionate થવા માટે…Well આપણામાના ઘણાખરા Hobby  સુધીની સફરથી સંતુષ્ટ હોય છે.

Passion એ મહદઅંશે Sensual world  સાથે સંકળાયેલો શબ્દ છે.. Passionate Kiss..કે..Passion for someone…ને એવુ બધુ..Passionate કોઇ વિચાર, માન્યતા કે Hobby માટે થવા માટે આપણે સુંવાળા Gujju comfort zone માથી બહાર જવુ પડે જે કદાચ મમ્મી-પપ્પા allow ના કરે…ગુલામી માનસિક પણ હોય છે.

વિશાલ ભારદ્વાજ  કે અનુરાગ કશ્યપને કદાચ કોઇએ પૂછ્યુ નહી હોય, પણ જો પૂછયુ હોત કે “What’s your passion?”  તો બંન્નેનો જવાબ હોત  CINEMA…ઓમકારા, ગુલાલ, મકબૂલ કે બ્લેક ફ્રાઇડે જેવી દમદાર ફિલ્મ બનાવવા માટે,  Passionate થવુજ પડે…Creativity એ સદનસીબે..Calculator ના ચોરસ કે લંબચોરસ ની બહારની વસ્તુ છે.

Passionate હોવુ એટલે શું? ઘણા જવાબો કે મત હોઇ શકે..પણ સાવ સિધી ભાષામાં…”દિવાના હોવુ….!!” પ્રેમ એક એવો માપદંડ છે જેના  Variables લગભગ દરેક માટે સરખા હોવાના..Greenpeace movement મા વોલેન્ટિઅર એવા યુવાનો એક સાવ નાની અમથી boat મા બેસીને…South pacific માં વ્હેલીંગ કરતા (Whale માછલીનો શિકાર..) ગંજાવર Japanese જહાજો સામે..water canon અને બીજા distractions થી બચતા બચતા લડત આપે માત્ર Animal welfare મા માનતા હોવાને કારણે..મધદરિયે, જાન ના જોખમે..કોઇ પણ જાતના વળતર વિના આવુ સાહસ કયારે થાય..? જયારે એ યુવાન દિવાનો હોય, પ્રેમ મા હોય ને Passionate હોય…ગુજરાતની ઘણી કોલેજો ના કેમ્પસમા…બાઇક પર ગોળ ગોળ આંટા મારતા લોકો બિજા પ્રકાર ના શિકાર ની શોધમા હોય છે…

Passion ને જો કોઇ દુશ્મન હોત તો એનુ નામ Mediocrity  હોત..

એ Passion રેહમાન પાસે દિલસે..ના સંગિતનુ ર્સજન કરાવે છે. એ Passion ગુલઝાર મા જિવે છે. એ  Passion ૧૧ ર્વષના નાનકડા બાળક નિલકંઠ ને આખા ભારતનો પગપાળા પ્રવાસ કરાવે છે અને આગળ જતા ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાય છે. એ Passion ના કારણે જવાનીમા ભણવાનુ બગાડી, વરસાદો મા પલળતા, ભૂખ્યા પેટે નાટકો કર્યા છે. એ Passion ને લિધેજ મારો મિત્ર કિરણ જોષી જ્યારે સમય મળે ત્યારે મા નર્મદાની પગપાળા પરિક્રમા કરે છે.

સુફિસમ મા ઇશ્ર્વર સાથે જે આશિકી ની વાત છે,  passion નુ પણ કાઇક એવુજ છે..સમય જતા એ પ્રબળતા ઓછી થતી જાય છે. દુનિયાદારી શિખી ગયેલુ હોશિંયાર મગજ, મનનુ સાંભળવાનુ ઓછુ કરી દે છે. સમાજ, વિવીધ વ્યવસાયોને સામાજીક હાયરારર્કિ મા આપણે ગોઠવાય જઇએ છિએ ને  passion  રહી જાય છે..આલ્બમના ફોટાઓમા..તિરાડ પડી ગયેલી યાદોમા..કે જુના મિત્રો સાથે ભેગા મળીને કરેલી વાતોમા…સમય વિચારોને flush કરી દે છે.

તો આ વાંચતા સૌ કોઇ.. ask yourself..What’s your passion..? શેના માટે ( કે કોના માટે)? તમે મમ્મી પપ્પા ના..ર્વલ્ડ માથી બહાર નિકળી ને એક રોમાંચક સફર પર જઇ શકો છો. શેના માટે  you are carzy about..? યાદ રહે, સમય નુ  flush.. ડિગ્રી, નોકરી, પરિવાર, મકાન ના હપ્તા, બાળકો, મેડિકલ ચેકઅપ્સ, પ્રસંગો, સમય બહુ ઓછો છે.. so find it and chase your passion…

in the end…ગુલઝાર ના એક ઓછી જાણિતી ફિલ્મ હુ તુ તુ…ના એક ગીત ની પંક્તિ…

इतना लंबा कश लो यारो दम निकल जाये…

झिंदगी सुलगाओ यारो गम निकल जाये….

-પાર્થ..

સને ‘૮૭ની આસપાસની વાત છે. કાન્તિ ભટ્ટ અને શિલા ભટ્ટે ચિત્રલેખા માથી છુટા પડીને અભિયાન સાપ્તાહિક શરૂ કરેલુ, હુ આઠમા ધોરણમા ભણતો, સાબરકાંઠા ના ધનસૂરા ગામમાં, ને બક્ષી ની વાતાયન વાચવાની શરૂઆત..

થોડાજ સમય મા બક્ષી ના ધારદાર વિચારો, સિધી વાત, અને બિંદાસ શૈલી એ મારા વાંચન વિશ્ર્વ પર કબજો જમાવી લિધો..હુ મારા જેવાજ એક જિદ્દી માણસ ને વાંચતો હતો. સફર જારી રહી….

Flash Forward -I  સને’ ૧૯૯૧, વિદ્યાનગર, ધોરણ બાર..વાતાયન વાંચવાનુ ચાલુ હતુ, અભિયાન ખરિદાય તો ઠિક નહીતર નાના બજાર ની મિસ્ત્રી ન્યુઝ એજન્સી મા ઉભા ઉભા વાતાયન તો વાંચીજ લેવાનુ..કયાક થી ખબર પડી કે B.V.M Auditorium મા ચંદ્વકાંત બક્ષીનુ પ્રવચન હતુ (ચંદ્વકાંત બક્ષી એ વખતના સ.પ.યુ ના વાઇસ ચાન્સેલર દિલાવર સિંહ જાડેજા ના મિત્ર હતા). હુ ને મારો મિત્ર ગૌરવ પટેલ બંન્ને મેથ્સના ટયુશન માં ગુલ્લી મારીને, B.V.M મા પહોચી ગયા, પ્રવચનની શરૂઆતમા,  Sound system મા કઇક problem થયો, ને બક્ષીએ તેની લાક્ષણિક શૈલિમા “There is nothing like surprise in my life” જેવુ વિધાન કર્યુ..કુત્તી વાર્તા માટે જેના પર ફોઝદારી (criminal) કેસ થયો હોય, જે માણસ કલકત્તાના સોના-ગાછી ના રેડ-લાઇટ એરિઆ મા રહીને લખતો હોય, એ બક્ષીના temperament નો આજે સાક્ષાત અનુભવ થયો..સમગ્ર પ્રવચન દરમિયાન બક્ષી ના જલદ વિચારોએ અમારા ઘડતરની શરૂઆત કરી દિધી હતી. બારમા પછીગૌરવ  Engg. મા ગયો ને હુ V.P.Science માં, પણ અમે બંન્ને એ કલાકો ના કલાકો ભાઇકાકા લાયબ્રેરી ના ગુજરાતી section મા બેસી ને બક્ષી ના લગભગ તમામ પુસ્તકો વાંચે રાખ્યા..વાતાયન વંચાતી રહી, પેરેલિસિસ, અાકાર, હુ સુરધનુ શાહ, જાતકકથા, અયનવ્રુત, અતિતવન, રોમા અને અસંખ્ય ટુંકી વાર્તાઓ, લિલી નસો મા પાનખર…શબ્દો ની સાથે નો પ્યાર હતો, હુ ડિબેટ મા પણ બક્ષીની અદાથી controversial બોલતો..રમણ બાડીયા ની ચા ની લારી પર શિયાળા ની ઢળતી સાંજો એ ગરમા ગરમ ચર્ચાઓ થતી..એક unofficial બક્ષી fan club શરૂ થઇ હતી..

એ માણસની વાતો મા જાદુ હતો, અમારા રેડિકલ મિજાજ ને suit થતી હતી એની ઘણી બધી વાતો, એનુ ગુજરાતી  English, ઉર્દુ અને હિન્દી નુ મિશ્રણ હતુ, એની વાર્તા ના પાત્રો ડાર્ક હતા, બોલ્ડ હતા…ને અમારા sufferings સાથે રિલેટ કરિ શકાતા હતા. બસ એક નશો હતો, એક Trans મા રહેતા…

Flash Forward-II  સને’ ૧૯૯૬ મે M.Sc પછી campus interview મા મળેલી  Torrent Biotech ની નોકરી છોડી દિધી હતી, ને બેકારી ના નવા દિવસો હતા, ગૌરવ એના ફેમિલી બિઝનેસ મા સેટલ થવાની કોશિશ કરતો હતો, ને એક ધુંધળી સાંજે અમને બેતુકો વિચાર અવ્યો…ચાલો બક્ષી ને મળવા મુંબઇ જઇએ..ને રાતે સાડા અગિયારની ટ્ેન મા અમે મુંબઇ પહોચ્યા બીજા દિવસે સવારે…સંગમ, બંગાળ કેમિકલ્સ ની ઉપર, વર્લી..લુંગી પહેરેલા બક્ષી દરવાજો ખોલે છે..ને અમારી વાત સાંભળી ને પત્ની ને કહે છે કે આ છોકરાઓ આણંદ થી ખાસ મારી સાથે ચા પિવા અાવ્યા છે..તો ચા મુકો..બક્ષી સાથે ચા પિવા છેક મુંબઇ જવુ, અમારા  passion ની શરૂઆત હતી..

એ દીવસે સાંજે આણંદ પાછા ફરતી વખતે બક્ષી ની આત્મકથા બક્ષીનામા વાંચવાની શરૂઆત કરી, થોડા સમય પેહલા USA ના  Florence, South Carolina મા ગૌરવ પટેલના ઘેર એજ બક્ષીનામાની કોપી ફરિથી વાંચી…લગભગ ૧૭ વર્ષ પછી..સમય બદલાય ગયો, અમે સૌ મિત્રો દુનિયા ના જુદા જુદા ખૂણે ફેકાય ગયા (બક્ષી જેને ખાનાબદોસ કહેતા), પણ અમારી બક્ષીનામા માટેની મૂહોબત્ત હજી એવીજ પ્રબળ છે. કુત્તી વાર્તા વાંચવા માટે ચોપડીના પાના પણ ફાડ્યા હતા (Thanks Aasif Chaklashi..Sorry Bhaikaka Library) કે જેથી photocopy બિજા દોસ્તોને પણ આપી શકાય….

આજે એમ થાય છે કે Facebook ને Twitter ના જમાના મા બક્ષી જો જિવતા હોત તો.?  ગુજરાતનો એકમાત્ર લેખક એવો હતો કે જે સુરેશ દલાલની સુંવાળી ગેંગ ને ગાળો આપી શકતો ખુલ્લેઆમ…બક્ષી વાંચકો માટે લખતો..ઇનામો માટે નહી…શ્રિકાંત શાહ આવા બિજા એક લેખક છે, એમના વિશે ફરી ક્યારેક…

હજી પણ મારા લખાણો ને અભિગમ પર બક્ષીનો ઉંડો પ્રભાવ છે..Boxing ring  નો નિયમ અમારા સૌ મિત્રોના જીવન મા વણાય ગયો છે..બક્ષીનામા દરેક યુવાને વાંચવી જોઇએ એમ કહુ તો અયોગ્ય નહી ગણાય…

આમિન…..

સાંજનુ આકાશ સ્તબ્ધ થઇને થીજી જતુ હોય છે….અંધારૂ કમરાને ઘેરી વળે ત્યા સુધી..એકટિસે વરસાદને તાંક્યા કરુ છુ. યાદો ની સાથેનો નાતો, યાદોનુ ર્દદ, સમયની આર-પાર નિકળી જવાનુ..સમયને ટુકડા પાડીને એના ચોસલા બનાવી ને બરણીમાં ભરી શકાતો હોત તો? મન થાય ત્યારે સારા સમય કે ખરાબ સમયનુ ચોસલુ ચગળી શકાત..યાદો મેમરી-સ્ટિક પર કોપી કે પેસ્ટ કરી શકાતી નથી. યાદો જિવતી હોય છે, કોકની અંદર તો કોક ની બહાર, યાદો મરતી નથી, સંબધો મરે છે, સગપણો મરે છે. Subconscious  ની મેમરી ચિપ્સ પર, એક યાદની એક ફાઇલ..પણ અહી કોઇ Document કે JPEG  image save નથી થતી, save થાય છે એક આખ્ખે- આખ્ખી યાદરંગ, ગંધ, અવાજ, સમય સાથે, ખડખડાટ હાસ્યો, પરફ્યુમ, લોહી ની ટશર નો ખારો સ્વાદ, થાક નો એહસાસ, ને જ્યારે જ્યારે Recall કરો ત્યારે એજ તિવ્રતા થી કોઇપણ જાતના ડાટા લોસ વિના યાદ આવે છે, સમય રોકાય જાય છે ને  વરસાદસ્લો-મોશનમા મનને અંદરથી ભિંજવે છે..એ પળે, યાદોના ટુકડા ભેગા કરીને એક ફિલ્મની જેમ માણવાની પણ મજા છે, Two dimensional stereotype   જીવન જીવતા લોકોને કદાચ આ નહી સમજાય..

અનુભવ એક યાદ બની જાય,

મૌન-તારુ મૌન સંવાદ બની જાય

હુ સમય સંગ રેત પાણી હવા બની વહુ

આ ક્ષણ મારાથી તારા સુધીનુ કાયનાદ બની જાય.

હજુ  પણ યાદોની યાદો રૂંવાટા ઉભા કરી દે છે, સપના જોવા ને સપના જીવવા ની વચ્ચેનો તફાવત જ્યારે સમજાય ત્યારે જીવન એક સફર પર નિકળી પડે છે, જેને Chasing the dreams કહે છે. મિત્રો સાથે આબુમા પિધેલી પહેલી બીયર, ગોઆ થી થિરૂવનંથપુરમ જતી ટ્રેન ના દરવાજામા બેસીને વરસતા વરસાદે પિધેલી સિગરેટ, રાતના એક વાગે બાંધણી ચોકડી હેડ લાઇટ વિનાના બાઇક પર ખાસ ફ્રુટ-સલાડ પિવા જવુ કે રિવર કવાઇ ના લક્કડિયા બ્રિજ પર હવાને ફિલ કરવી, લાસ વેગાસ મા તદન અજાણ્યા માણસ સાથે ફોટો પડાવવો..

યાદોની ભાષા, યાદનો સ્વાદ, યાદો ને કોતરવી, ચાતરવી ને છેતરવી..યાદોનુ વળગણ…અનાયસે મનમા યાદે ની પંક્તિ સ્મરી આવે છે…,

“યે યાદે કિસી દિલો-જાનમ કે ચલે જાને કે બાદ આતી હે…”

વરસાદ રોકાય ગયો છે, લાઇટના બલ્બનુ સળગવુ ને Down the memory lane ની સફર અટકે છે..મન ર્વતમાન મા પાછુ ફરે છે, એક વધુ સાંજના સ્તબ્ધ આકાશની યાદ આંખે ભરુ છુ….આમિન….

 

-પાર્થ

 

 

 

 

બેધડક..

બેધડક છાતી સરસો ચાંપી શકાતો નથી,

ને વળી આ સંબધ કાપી શકાતો નથી.

વહી જાય છે અાંખ સામે થી પુર ના પુર,

અા સાલ, વેદના નો વરસાદ માપી શકાતો નથી.

રણની જીંદગી પ્રસરી રહી છે ક્રમશ:

તોય ઠંડુ છે મન ને તડકો તાપી શકાતો નથી.

તારા વીના પણ જીવી શકાય છે એવુ માનીને,

નક્કી કરુ છુ ના, ને તારો કોલ ઉથાપી શકાતો નથી

રાખી શકાતો નથી કે આપી શકાતો નથી

ને વળી આ સંબધ કાપી શકાતો નથી.

-પાર્થ

 

 

 

Old Fashioned Romance

થોડા સમય પહેલાની જ વાત છે. વિધાનગરની સાંજો જ્યારે ધીમે ધીમે ઢળતી, રાણક હોસ્ટેલની આસપાસ ની ચહલ-પહલ, છલોછલ છલકાતી છોકરીઓના ટોળા, પુરપાટ ઝડપે હોસ્ટેલ નો ગેટ બંધ થાય એ પેહલા પાછા ફરતા હોય ને, પાસેના ખૂણા પર ઉભેલા ઉત્સુક યુવાનો એકાદ પેમ્ફલેટ, કે નોટ, કે જર્નલ ની આપ -લે કરવાના બહાને કોક ગમતા પાત્ર સાથે ઉભા રહી જતા..ત્યારે સાંજ ઢળવાને બદલે રોકાય જતી, એકાદ મિનીટ માટે, કે એવુ લાગતુ અમને..

ને પછી રાત્રે રોયલ હોસ્ટેલ ની એ રૂમમાં પોતાના નાનકડા પલંગ પર આડો પડેલો જવાન, મરક મરક હસતાં, મન મા રાજી  થતા..રેડિયો પર આવતા નોસ્ટેલેજીક ગાયન ના સથવારે સ્વપ્નની સફરે નીકળિ જતો, એ ગમતા પાત્ર સાથે..કદાચ આ અમારી પેઢી નો Old Fashioned Romance હતો..

સમયની સફર જારી રહે છે..કેટલિય જનરેશન અહી ભણીને કયાંક જિવન માં ગોઠવાય ગઇ છે, કોક ના મન મળ્યા, તો કોક ને સાથ ફળ્યા તો કોક તૂટેલા સ્વપ્નોનો કાટમાળ જણસ ની જેમ સાચવી જિંદગી મા આગળ વધી ગયા. ઘણા હજી એ મેજીકલ મોમેન્ટસ ને સમી સાંજે  ડલાસ, ટોરેન્ટો, સિડની કે કાવિઠા ની સ્કૂલ મા અંગ્રેજી ભણાવતા ચગળી લે છે. સ્કોચની છેલ્લી ચુસ્કી ની કડવાહટ, ને યાદો ની મિઠાસ..સાંજ ફરી ઢળવાને બદલે રોકાય જાય છે…

કોલેજ નો એન્યૂઅલ ડે, મ્યુઝિકલ ઇવનીંગ વખતે સૌથી સારી કપડાની જોડ ને ત્રણ વાર થતી ઇસ્ત્રી, નવી બ્લેડ થી દાઢી, અને ” ઓર ઇસ દિલ મે ક્યા રખ્ખા હેય” સ્ટેજ પર ગવાય ત્યારે શરૂ થી અંત સુધી એની સામેજ જોયા કરવુ કે કદાચ એ આપણી સામે જુવે ને કદાચ હસે પણ,… Positive thinking ની એ શરૂઆત હતી.

સૌથી રોમાંચક ને રસપ્રદ બાબત હતી, Unsaid..Communications..અને તે પણ થતા Subtle રીતે, આંખો થી text થતી ને સ્મિતો ના MMS! કોને  મોબાઇલ ની જરૂર હતી? ” જો તારી હા હોય તો કાલે લેબમાં, તારી જર્નલ મારી જર્નલ ની જોડે મુકજે…અમારી જનરેશન પાસે પોતાના પર્યાય હતા SMS અને મોબાઇલ ના..એમના માટે દિવાળી કાર્ડ પસંદ કરવા APC ની કાર્ડ શોપના બધાજ કાર્ડસ જોય વળતા! કાગળો લખાતા ને ન આવડે તો લખાવાતા. ને કાગળો ફાટતા, સળગતા, મારામારીઓ થતી, પણ દરેક મા Lust ઓછુ ને Passion વધારે હતુ.

ભારતનો આર્થિક વિકાસ હજી ઘણો દૂર હતો, પગાર પંચ કે પેય રાઇસ ની સમજ ન હતી, કારણકે પેય જ ન’તો. છતા પણ ખિસ્સા ખર્ચી માથી બચાવી ને એના  માટે બર્થ-ડે ગિફટ લેતા, ભાઇબંધ ના બુટ, જીન્સ બધુ સહિયારુ હતુ, મોટર બાઇક લક્ઝરી હતી, સાયકલ, ખાદી નો ઝભ્ભો ને કવિતા છોકરી ઓને ગમતા..

સિનેમા સૌથી મોટુ Influence હતુ, પ્રેમ મા પડવા, ડૂબવા કે ઉભરવા માટે, રિક્ષા મા ડા્ઇવરની જોડે બેસી છોકરીઓ સાથેને થિએટર પર જવુ, વોલકેનો પતે પછી ટાઉન હોલ થી છેક વિદ્યાનગર સુધી ચાલતા પાછા આવવુ, એક સ્પર્શનો રોમાંચ દિવસો સુધી રહેતો..

વરસાદ, પરિક્ષા, તડકા, ભાઇકાકા લાયબ્રેરી, શાષ્ત્રી મેદાન ની સહિયારી પરિક્રમા..અમારા સમયની, અમારી પેઢી ની મહામૂલી જણસ હતી…છે..

થોડા સમય પહેલાની જ વાત છે.

 

-પાર્થ

 

 

 

 

 

મન.

તારુ મન ક્યા કળી શકાય છે?
સમયને થોડો છળી શકાય છે?

આ વરસે ચોમાસુ બારમાસી છે,
મન થાય એટલુ પલળી શકાય છે.

હવે એવી તરકિબ શિખી ગયુ છે મન,
તારુ મૌન પણ સાંભળી શકાય છે.

પછી એક નદી ફૂટે છે લોહીમા યાદની,
ને સાંજ સમુ આંખે ઝળહળી શકાય છે.

ન ભળી શકાય છે, ન લળી શકાય છે.
આ અહમથી માત્ર બળી શકાય છે.

-પાર્થ (૨૮ મી જૂન ૨૦૧૦, સવારે ૯:૦૦)